દેવાયાત ભમ્મર | કવિતા | સાયબો મારો જોને સખી | ગુજરાતી કવિતા | ગઝલ | #JMN0009_RAVAN

 સાયબો મારો જોને સખી! સરહદ ગયેલો છે,

હજુ બેનડિયું જંગથી નથી એ પાછો ફરેલો રે.


સખીયું એને સંદેશો દેવો છે.

કોની કણે મોકલાવું કાસદ એવો કે?

વીંહગને બોલાવી લે હેઠાં સખી.

એ ઉંચો આભથી થયેલો છે.

સાયબો મારો જોને સખી! સરહદ ગયેલો છે,

હજુ બેનડિયું જંગથી નથી એ પાછો ફરેલો રે.


સમણાને ચોળી એણે તરવારું તોળી રે,

સરહદે જઈ સખી કેવી બધુંકો ફોડી રે!

વાવટ પહોંચાડે વાદળો મારાં કે,

ઉદર મારા એનો અંશ રહેલો છે.

સાયબો મારો જોને સખી!સરહદ ગયેલો છે,

હજુ બેનડિયું જંગથી નથી એ પાછો ફરેલો રે.


ગઈ વસતું વળ ખાતી ને સાયબો સાંભરેલ ઝટ.

એને શું હું સાંભરી હોઈશ કે રાખ્યો વતનનો વટ!

આવીશ પાછો કહીંને ગયેલો છે,

લાગે છે સખી! એ રણમાં રહેલો રે.

સાયબો મારો જોને સખી!સરહદ ગયેલો છે

હજુ બેનડિયું જંગથી નથી પાછો ફરેલો રે.


રોજ આવતો મારાં સમણે સખી એ,

બાળને એના ચુમતો આવી લમણે સખી રે,

દીકરાને ઝટ મેલજે પ્રિયે, હું સરહદ સુતેલો રે,

ભલેને નથી 'દેવ' એ મારગ સહેલો રે.


સાયબો મારો જોને સખી!સરહદ ગયેલો છે,

હજુ બેનડિયું જંગ નથી એ પાછો ફરેલો રે.


દેવાયત ભમ્મર:-✍️✍️

No comments:

Post a Comment

 Mere Sir pe BAnta tokni, mere hath me neju dol me patli si kamini , 1 rah musafir mil gya he bebe rah musafir mil gya, chori 1 ghut pani ...